શોભાયાત્રાના આયોજકો ઉપર હુમલો કરનારઓને કાયદાનું ભાન કરાવો : કલેક્ટરને આવેદન

- text


શોભાયાત્રાના રથમાં બેસવાની ના પાડતા લુખ્ખા અને માથેભારે શખ્સોએ કરેલા હુમલાને વિહીપે સખત શબ્દોમાં વખોડી કાઢી દોષીતો સામે કડક કાર્યવાહીની માંગ કરી

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે રામનવમીની શોભાયાત્રા દરમિયાન રથમાં બેસવાની આયોજકોએ ના પડતા ઉશ્કેરાયેલા લુખ્ખા અને માથાભારે શખ્સોએ યુવાન ઉપર હીંચકારો હુમલો કરતા આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ હુમલાના બનાવના વિરોધમાં વિહીપે કલેકટર અને એસપીને આવેદન પાઠવી લુખ્ખા અને માથેભારે શખ્સોએ કરેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી દોષીતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને મહેન્દ્રનગરના ગ્રામજનોએ આજે કલેકટર અને એસપીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, મહેન્દ્રનગર ગામે રામનવમીએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તે દરમિયાન શોભાયાત્રાના રથમાં બેસવાની આયોજકોએ અમુક ઈસમોને ના પાડતા મામલો બીચકાયો હતો.જેમાં ગામના યુવાન રાજેશભાઇ શેરસિયાને જયેશભાઇ દલસાણીયા અને રાજેશભાઇ નાનજીભાઈ ગોધવીયા તેમજ અજાણ્યા 25 જેટલા માથાભારે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો. આ માથાભારે શખ્સોએ ધાર્મિક કાર્યમાં યુવાન ઉપર હીંચકારો હુમલો કરીને હિન્દૂઓની લાગણીને ઠેસ પહોંચાડી છે. ધાર્મિક કાર્યમાં વિઘ્ન ઉભું કરનાર આ માથાભારે શખ્સોના હીંચકારા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. જાહેરમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ કરનારા આવા તત્વોને કાયદાનું ભાન કરાવી તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text