ટંકારાની હડમિતાય કન્યા તાલુકા શાળાની વિદ્યાર્થિનીઓનો શિષ્યવૃતિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની કન્યા તાલુકા શાળામા અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ NMMSની શિષ્યવૃત્તિની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાયેલી નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષામાં કુલ ૭ વિદ્યાર્થિનીઓમાંથી ૬ વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. જેમાં દિવ્યા રણજીતસિંહ ડાભીએ કુલ ગુણ ૧૮૦ માંથી ૧૪૬ ગુણ સાથે ટંકારા તાલુકામાં પ્રથમ અને મોરબી જિલ્લામાં ચતુર્થ નંબર મેળવીને શાળાનું તેમજ હડમતિયા ગામનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત ગાયત્રી હેમંતભાઈ ચાવડાએ ૧૧૭ ગુણ સાથે મેરિટમાં સ્થાન મેળવ્યું છે. જે બદલ બંને વિધાર્થિનીઓને હડમતિયા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા છે

- text

- text