ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ – હોદ્દેદારોની વરણી

- text


મોરબી : મોરબી સંત કુટીર કબીર આશ્રમ ખાતે મહંત કરસનદાસ બાપુની ઉપસ્થિતમાં ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ મોરબી જિલ્લા ઘટકની સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા ઘટકના પ્રમુખ અને હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા ધટકના પ્રમુખ દીલીપભાઈ શુક્લ અને મહામંત્રી પ્રવીણભાઈ શુક્લના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નવા વર્તમાન કારોબારીની મુદત પૂરી થતાં નવી કારોબારી માટે ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ મોરબી જિલ્લા ઘટકના પ્રમુખ તરીકે રવીભાઈ કે. ધુમલ, મહામંત્રી તરીકે મહેન્દ્રભાઈ કાંટીયા અને કોષાધ્યક્ષ તરીકે કરણભાઇ શુક્લની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપ પ્રમુખ તરીકે સતીષભાઈ પુરાણી, પ્રકાશભાઈ પુરાણી, જગદીપભાઈ ગેડીયા અને પ્રવિણભાઈ જોગેલ તેમજ મંત્રી તરીકે કૂલદીપભાઈ પંડયા, ગંગારામ શુક્લ, ડાહ્યાભાઈ જોગેલ, પ્રવિણ શુક્લ અને અશોકભાઈ મુછડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

- text

- text