મોરબીમાં કાલે રવિવારે સમૂહ સામયિકનું આયોજન

- text


જૈનાચાર્ય રશ્મિરત્નસૂરીશ્વરજીન નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિથી થશે સમૂહ સામયિક

મોરબી : જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ આયોજિત મોરબી દરબારગઢમાં પૂજ્ય દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરીશ્વરજી મ સા. ના આજીવન ચરણોપાસક શ્રમણીગણનાયક આચાર્ય રશ્મિરત્નસૂરીશ્વરજી મહરાજા તથા પૂ.પંન્યાસ ભગવંતો આદિ 27 સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિથી વાજતે-ગાજતે ભવ્ય સમૂહ સામાયિકનું આયોજન થશે. દરબાર ગાઢ જૈન ઉપાશ્રયમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો સામાયિક કરશે, જાણે સંવત્સરી આવી હોય એવું વાતાવરણ સર્જાશે.

મોરબી દરબારગઢ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા સમૂહ સામયિકનું આયોજન કરાયું છે, આ આયોજન અંતર્ગત ગ્રીનચોકથી બેન્ડવાજા,બગી સાથે પૂજ્ય આચાર્ય રશ્મિરત્નસૂરિજીની નિશ્રામાં વાજતે-ગાજતે ઉપાશ્રયે પધારી સામાયિકધર્મની આરાધના કરશે. આચાર્ય રશ્મિરત્નસૂરિજીએ જણાવેલ કે પંચાશક નામના શાસ્ત્રમાં જણાવ્યું છે જેમ દીક્ષા લેવા વાજતે ગાજતે જવાય તેમ સામાયિક પણ 48 મિનીટની દીક્ષા છે તે આડંબર સાથે જવું જોઈએ.બારવ્રત પૂજામાં પૂ. પંડિત વીરવિજયજીએ લખ્યું છે કે,“રાજા, મંત્રી ને વ્યવહારી, ધોડા રથ હાથી શણગારી, વાજિંત્ર ગીત આગળ પાળા, પરશંસે પ્રદર્શન વાલા”, હાથી ઘોડા રથ શણગારી વાજિંત્ર સાથે પગપાળા ગુરુ પાસે આવી સામાયિક લેવું જોઈએ જેથી અન્યદર્શન વાલા ને સામાયિકધર્મની પ્રશંસા થાય.

- text

વધુમાં સામાયિક એટલે શ્રેષ્ઠ ચારિત્ર તમામ જીવોને અભય વચન દીક્ષાદાનેશ્વરી ગુરુદેવએ અમદાવાદની હઠીસિંહની વાડીએ ત્રણ વાર આવી શાસ્ત્રોક્ત સામાયિક કરાવેલી, તેમજ પ આ દેવ શ્રી રશ્મિરત્નસુરીશ્વરજી મહારજાની નિશ્રામાં સુરત,બારડોલી,અમદાવાદ,માંગરોળ આદિ ક્ષેત્રોમાં પણ આવી સામાયિકનુ આયોજન થયું.એમાં પણ હજારો આરાધકો જોડાયા હતા.૧૦ દિવસ પેહલા ગુરુદેવની નિશ્રામાં જામનગર.સંઘમાં પણ ૧૩૦૦ આરાધકો સામાયિકમાં જોડાયા હતા.આવી રીતે મોરબી જૈન સંઘમાં નવા ઇતિહાસનું સર્જન થશે.

- text