મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 12 લાખનો દારૂ ઝડપાયો

- text


જૂનાગઢના બુટલેગરે મોકલાવેલો દારૂ મારબીમાંથી ઝડપાયો : સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થાનિક પોલીસને ઉઘતી રાખીને શનાળા પાસે 12 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એકને દબોચી લીધો, 8 શખ્સો ફરાર, ટ્રક, દારૂ સહિત કુલ રૂ.19,31,190નો મુદામાલ જપ્ત

મોરબી : ગાંધીનગરની સ્ટેટ મોનીર્ટરિંગ સેલની ટીમે મોરબીમાં સ્થાનિક પોલીસને ઉઘતી રાખીને જૂનાગઢના બુટલેગરે ટ્રક ભરીને મોકલાવેલો દારૂ ઝડપી લીધો હતો. જેમાં શનાળા પાસે 12 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એકને દબોચી લીધો હતો અને 8 શખ્સોને ફરાર દર્શાવી ટ્રક, દારૂ સહિત કુલ રૂ.19,31,190 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

ગાંધીનગરની સ્ટેટ મોનીર્ટરિંગ સેલની ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાએ ટ્રક ભરીને ઈંગ્લીશ દારૂ મોરબી મોકલાવ્યો હોય અને આ ટ્રક ભરેલો દારૂ મોરબીના શનાળા નજીક શક્તિ માતાજીના મંદિર પાસે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલો હોવાની હકીકતના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીર્ટરિંગ સેલની ટીમ શનાળા પાસે ત્રાટકી હતી અને પોલીસે ત્યાંથી ટ્રકમાં ભરેલો 250 પેટીની 3 હજાર ઈંગ્લીશ દારૂની બોટલ કી. રૂ.12,18, 380નો દારૂ તેમજ રોકડ રૂ.7330, એક મોબાઈલ, આઇસર ટ્રક મળી કુલ રૂ.19,31,190 નો મુદામાલ સાથે આરોપી કલ્પેશ ઉર્ફે લાલો હરદાસભાઈ લગારીયા રહે જૂનાગઢવાળાને ઝડપી લીધો હતો. જ્યારે આ દારૂ પ્રકરણમાં મુખ્ય બુટલેગર તરીકેજૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા અને કલ્પેશ ઉર્ફે લાલો હરદાસ લગારીયાના નામો બહાર આવ્યા છે. આથી આ મુખ્ય બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા અને તેનો સાગરીત શ્યામ આહીર, ધીરેન કારીયાનો ચાલક ઉદય દવે, ડ્રાઇવર રાહુલ, આઇસર ટ્રક જી.જે.1 ડી.વાય.7632નો માલિક, અને દારૂ મંગવાનાર અને મોકલનાર સહિત 8 શખ્સોને ફરાર દર્શાવી કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text