બરાબર છે ! દિલીપ બિલ્ડકોન કંપનીને ખનીજ ચોરી બદલ 1.03 કરોડનો દંડ

- text


સાગરમાલા પ્રોજેકટ હેઠળ સિમેન્ટ રોડ બનાવતી કંપનીને મોરબી ખાણ ખનીજ વિભાગનો આકરો દંડ

મોરબી : કેન્દ્ર સરકારના સાગરતટને જોડતા હાઇવે નિર્માણ કરવા અંગેના જામનગરથી માળીયાને જોડતા હાઇવે પ્રોજેકટમાં કોન્ટ્રાકટર દિલીપ બિલ્ડકોન કંપની દ્વારા બેફામ ખનીજ ચોરી કરતા હોવાની બાતમીને આધારે મોરબી ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી 10 ડમ્પર સહિતનો મુદ્દામાલ પકડી પાડયા બાદ ખનીજ ચોરી મામલે રૂપિયા 1.03 કરોડનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરની ટીમે ગત તા.19માર્ચના રોજ મોરબી તાલુકાના કાંતિપુર ગામેથી સાગરમાલા પ્રોજેકટ હેઠળ હાઇવે બનાવતી દિલીપ બિલ્ડકોન કંપનીના ડમ્પર અને મશીનરી દ્વારા થતી ખનીજ ચોરી ઝડપી લઇ ખનીજ ચોરી કરતા વાહનોને કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યા બાદ પર્યાવરણીય નુકશાન અને ખનીજ ચોરી સબબ દંડનીય કાર્યવાહી કરી હતી.

- text

બીજી તરફ ખાણ ખનીજ અધિકારી જે.એસ.વાઢેરે જણાવ્યું હતું કે, સમગ્ર ખનિજ ચોરી મામલે સાગરમાલા પ્રોજેક્ટના કોન્ટ્રકટર દિલીપ બિલ્ડકોન કંપનીની મધ્યપ્રદેશ ભોપાલ સ્થિત વડી કચેરીને 37,220 મેટ્રિક ટન સાદી માટીની ખનીજ ચોરી બદલ કુલ રૂપિયા 1, 03,84,044 નો દંડ માંડવાળ પેટે ફટકારવામાં આવ્યો છે. જો કંપની દ્વારા દંડની રકમ ભરપાઈ નહિ કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

- text