G-20 સમીટને પગલે અમદાવાદ એરપોર્ટ ઉપર મહેમાનોનું ભવ્યાતિભવ્ય સ્વાગત

- text


ઢોલના તાલે શરણાઈના સુરે કાઠિયાવાડી અંદાજમાં સ્વાગત કરતા મહેમાનો પણ ઝૂમી ઉઠે છે

મોરબી : આગામી 18 અને 19 સપ્ટેમ્બરના રોજ ભારતના યજમાનપદે યોજનાર જી – 20 સમીટ ગુજરાતના આંગણે યોજાનાર હોય અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમદાવાદના આંતરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આવતા તમામ મહેમાનોનું જરા હટકે ઢોલના તાલે, શરણાઈના સુરે કલાત્મક ભરતકામ કરેલી છત્રી સાથેના ડાન્સ કરી અલગ અંદાજમા સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં વિદેશ પ્રવાસ કરી પરત ફરેલા મોરબી સિરામિક એસોશિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેટપરિયાએ અનુભવેલા અનોખા સ્વાગત અંગે માહિતી શેર કરી હતી સાથે જ એરપોર્ટ ઉપર કાઠિયાવાડી પરંપરા મુજબ ઢોલ શરણાઈ અને છત્રી રાસ સાથે થયેલા ઉષ્માભર્યા સ્વાગતનો વિડીયો પણ શેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગ્રુપ ઓફ ટ્વેન્ટી (G20)માં 19 દેશોનો સમાવેશ થાય છે જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ) અને યુરોપિયન યુનિયન સહિતના દેશો સામેલ છે.

આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટેના પ્રીમિયર ફોરમ તરીકે, ગ્રુપ ઓફ ટ્વેન્ટી (G20) વૈશ્વિક અર્થવ્યવસ્થાને જે મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડે છે તેના ઉકેલ અને ઉપાયો શોધવા દર વર્ષે અલગ અલગ દેશમાં જી 20 સમીટ યોજવામાં આવે છે જેમાં આ વર્ષ ભારત યજમાન પદે છે અને ગુજરાતના આંગણે જી 20 સમીટ યોજનાર હોય અત્યારથી જ જી 20 સમીટ અંગે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text

- text