હરબટીયાળી પ્રા.શાળામાં રામનવમીની અનોખી ઉજવણી

- text


ટંકારા : હરબટીયાળી પ્રા.શાળામાં રામનવમી તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.બાળકો નાની ઉમરમાં જ રામાયણની કથા જાણે તેમાં આવતા ચરિત્રો વિશે જાણે ,સમજે તે માટે સૌ પ્રથમ રામાયણ વિશે વાત કરવામાં આવી.

ઉપરાંત રામ અને લક્ષ્મણ સીતામાતાને લંકામાંથી છોડાવી અયોધ્યા પાછા આવે છે તે પ્રસંગ નાટ્ય સ્વરૂપે બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યો ઉપરાંત રામાયણ અને મહાભારતના મુખ્ય ચરિત્રો બાળકોને યાદ રહે તે માટે તેમના પાત્રો ઉપરથી કક્કો બોલાવવામાં આવ્યો.બાળકોમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંચલા ગીતાબેને કર્યું હતું.

- text

- text