ધો-10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં 312 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી જિલ્લામાં કુલ 12226માંથી 11914 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

મોરબી : મોરબી જિલ્લામાં હાલ ધો.10, 12 બોર્ડની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે લેવાયેલી ધો.10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં 312 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે કુલ 12226માંથી 11914 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- text

મોરબી જિલ્લામાં આજે ધો.10ના સામાજિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમ (સંસ્કૃત પ્રથમ) વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં ધો.10ના સામાજિક વિજ્ઞાનમાં કુલ 12215માથી 311 ગેરહાજર અને 11904 વિદ્યાર્થીઓ હાજર તેમજ સામાજિક વિજ્ઞાનમ (સંસ્કૃત પ્રથમ) વિષયની પરીક્ષામાં કુલ 11માંથી 1 ગેરહાજર અને 10 વિધાર્થીઓ હાજર રહ્યા હતા. આમ ધો.10ના આજના પેપરની કુલ 12226માંથી 11914 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- text