ચિત્રકૂટ એવોર્ડ સન્માનિત શિક્ષિકાનું મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન

- text


મોરબી : હરબટિયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલાને ચિત્રકૂટ એવોર્ડનું શ્રેષ્ઠ સન્માન સાંપડતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગરચર, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મહામંત્રી દિનેશભાઇ હુંબલ, માળિયા તા.પ્રા.શિ.અ. ડૉ. શર્મિલાબેન હુમલ, કે.નિ. વડાલીયા, ટંકારા તા.પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, મોરબી જી.પ્રા.શિ. સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા, તેમજ નાગડાવાસ ગામના સરપંચ સુખાભાઈ ડાંગર હાજર રહ્યા હતા.

- text

- text