મોરબીની તપોવન વિદ્યાલયમાં હેપી પેરેન્ટિંગ વિષય પર સેમિનાર યોજાયો

- text


મોરબી : તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ ખાતે મોટીવેશનલ ટ્રેનર હિતેષભાઈ ઘાટલિયા દ્વારા હેપી પેરેન્ટિંગ વિશે પર સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં હિતેષભાઈએ વિશિષ્ટ પ્રયુક્તિ અને આગવી શૈલી દ્વારા વાલીઓને પેરેન્ટિંગની સમજ આપી હતી.

આ સેમિનારમાં વાલીઓને બાળકના જન્મથી સ્વતંત્ર પુખ્તાવસ્થા સુધી બાળકને ઉછેરવાની પ્રક્રિયા શું હોઈ શકે, તેનાથી અભિભૂત કરાવ્યા તેમજ પેરેન્ટિંગના આઠ રહસ્યો જેવા કે (1) માતા-પિતાએ પોતાની જાતને બાળકની જગ્યાએ મૂકવી. (2) બાળકો કહીએ એમ કરતા નથી , પણ આપણે કરીએ એમ કરે છે.(3) બાળકોની બુદ્ધિ પ્રતિભાને આધારે નવુ શીખવાની શૈલી.(4) બાળકને સજા નહી શિસ્ત આપો.(5) બાળક માટે – પિતા નો ક્વોલિટી ટાઇમ.(6) સહાયક અને પ્રેમાળ વાતાવરણ (7) બાળકને સંસ્કાર , પાંખો અને હિંમત આપો વગેરે જેવા રહસ્યોથી વાલીઓને પરિચય કરાવ્યો. તેમજ પેરેન્ટિંગ એક કળા છે અને એ સમજ વિકસાવી. આ પ્રસંગે શાળાના ચેરમેન અશોકભાઈ રંગપરીયા આચાર્ય નરેશભાઈ સાણજા તેમજ સંચાલક દિપ્તીબેન રંગપરિયા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text