મોરબીમાં સદગત વડીલની સ્મૃતિના દફ્તરી પરિવાર દ્વારા યોજાયો મેડિકલ કેમ્પ

- text


મોરબી : સ્વ. રમેશભાઈ શંકરલાલ દફતરીની સ્મૃતિમાં પૌત્ર ચી.પાર્થ દિનેશ દફતરી (ઓસ્ટ્રેલિયા)ના હસ્તે દફ્તરી પરિવાર દ્વારા જેલ રોડ સામે આવેલ સાર્વજનિક પ્રાથમિક શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં ડો. હસ્તીબેન મેહતા દ્વારા નિદાન સાથે ત્રણ દિવસ દવા ફ્રી તેમજ વજન કરી જરૂરિયાત અનુસાર ડાયાબિટીસ બ્લડ સુગર ફ્રી ટેસ્ટ અને બીપી ચેક અપ કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રૂપના દિલીપભાઈ દલાસાનીયા,રાજેનભાઈ તેમજ સમગ્ર ટીમે તથા શાળાના આચાર્ય મનીષભાઈ યાજ્ઞિક, તેમના સ્ટાફ તેમજ વોર્ડના કાઉન્સિલર ભાનુબેનએ જહેમત ઉઠાવેલ.આ કેમ્પમાં સહાયક ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિન દેસાઈ, કોઠારીભાઈ,જીગર ભટ્ટે સેવા આપેલ હતી.

- text

- text