સજનપર પ્રા.શાળામાં હોળી-ધુળેટીની ઉજવણી

- text


મોરબી : સજનપર પ્રા. શાળામાં ધો.1 થી 8ના બાળકોને હોળી અને ધુળેટી જેવા તહેવારોનું મહત્વ સમજાય તે હેતુથી શાળામાં બાળકો માટે હોળી- ધુળેટી પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં નાના મોટા બધા જ બાળકોએ પોતાના અતિપ્રિય તહેવારની ઉજવણી મનભરીને કરી હતી. આ તહેવારની ઉજવણી માટે બાળકોના સ્વાસ્થને નુકશાન ન કરે તેવા ઓર્ગેનિક કલર શાળામાંથી જ આપવામા આવ્યા હતા. જેથી બધા બાળકો હોળીના આ તહેવારને ઉત્સાહપૂર્વક માણી શકે. આ સાથે શાળાના તમામ શિક્ષકો પણ બાળકો સાથે હોળીનો આ તહેવાર મનાવી બાળકોના ઉતાસહમાં વધારો કર્યો હતો જે બદલ તમામ શિક્ષક મિત્રોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા તરફથી અભિનંદન આપેલ અને બધા જ વિદ્યાર્થીઓને હોળીના આ પવિત્ર તહેવારની શુભેચ્છાઓ આપી હતી.

- text

- text