સ્પેન ખાતે આયોજિત સિરામીક એક્ઝિબિશનમાં મોરબીની બેનમૂન પ્રોડક્ટસનો દબદબો

- text


સ્પેનના ભારતીય એમ્બેસેડરે સિરામીક એક્ઝિબિશનમાં મોરબીની બ્લુઝોન વેટ્રીફાઇડ કંપનીના સ્ટોલની મુલાકાત લઈ વ્યાપાર માટે તમામ મદદની ખાતરી આપી

મોરબી : વિશ્વસ્તરીય ઉત્કૃષ્ઠ ઉત્પાદનો આપી વિશ્વમાં બીજા નંબરનું સ્થાન હાંસલ કરનાર મોરબીના સિરામીક ઉદ્યોગકારો દ્વારા ડોમેસ્ટિક માર્કેટની સાથે મોટાપ્રમાણમાં વિદેશમાં પણ વિવિધ સિરામીક પ્રોડ્કટની નિકાસ કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં યુરોપિયન દેશ સ્પેનમાં ચાલી રહેલા સિરામીક એક્ઝિબિશનમાં પણ મોરબીની બેનમૂન સિરામીક પ્રોડક્ટસનો દબદબો જોવા મળ્યો છે, સ્પેનના સોરીશ ખાતે એક્ઝિબિશનની મુલાકાતે આવેલા ભારતીય એમ્બેસેડરે આ એક્ઝિબિશનમાં મોરબીની બ્લુઝોન વેટ્રીફાઇડ કંપનીના સ્ટોલની મુલાકાત લીધી હતી અને સ્પેનમાં વ્યાપાર માટે તમામ મદદની મોરબીના સિરામીક ઉદ્યોગોને ખાતરી આપી હતી.

- text

આધુનિક ટેક્નોલોજીની મદદથી મજબૂત અને ટકાઉ સિરામીક પ્રોડક્ટ્નું નિર્માણ કરી રહેલા મોરબીના સિરામીક ઉદ્યોગકારો વિદેશમાં પણ પોતાની અવનવી પ્રોડક્ટ્સ થકી પોતાની જગ્યા બનાવી રહ્યા છે ત્યારે હાલમાં સ્પેનના સોરીશ ખાતે ચાલી રહેલા સિરામીક એક્ઝિબિશનમાં મોરબીના એક્સપોર્ટર ઉદ્યોગકારો દ્વારા પોતાની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરતા ત્યાંના બિલ્ડરો અને વેપારીઓ આકર્ષાયા છે. આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરનાર મોરબીની બ્લુઝોન વેટ્રીફાઇડ કંપનીએ પણ અહી સ્ટોલમાં પોતાની પ્રોડક્ટ રજૂ કરતા સારી એવી ઈન્કવાયરી જનરેટ થઇ છે.

વધુમાં સ્પેન એક્ઝિબિશનની મુલાકાતે આવેલા ભારતના એમ્બેસેડર દિનેશ કે. પટનાયકે બ્લુઝોન વેટ્રીફાઇડ ટાઇલ્સ કંપનીના સ્ટોલની વિશેષ મુલાકાત લઈ સંચાલકો સાથે વિચાર વિમર્શ કરી સ્પેનમાં ભારતીય ઉત્પાદનો માટે વિપુલ તકો હોવાનું જણાવી ખાસ કરીને મોરબીના સિરામીક પ્રોડક્ટના વ્યાપાર માટે તમામ મદદની તૈયારી પણ દર્શાવી હતી.

- text