પ્રજાના કામ બંધ ! સાહેબ હવે મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મુકો

- text


ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ કે ચૂંટાયેલ નગરસેવકો પાલિકામાં હાજર નહિ હોવાથી પ્રજા પરેશાન : સામાજિક કાર્યકર બાબુલાલ સરડવાએ મુખ્યમંત્રી સમક્ષ કરી રજુઆત

મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ કે ચૂંટાયેલ નગરસેવકો પાલિકામાં હાજર નહિ રહેતા હોવાથી પ્રજા પરેશાન થઈ રહી હોય તાકીદે કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવા સામાજિક કાર્યકર બાબુલાલ સરડવાએ મુખ્યમંત્રી સમક્ષ કરી રજુઆત કરી છે.

મોરબી શહેરના આલાપ પાર્કમાં રહેતા સામાજિક કાર્યકર બાબુલાલ સરડવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબીનગર પાલિકા હસ્તકના ઝુલતા પુલ દુર્ધટના બાદ ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા બાદ રેગ્યુલર ચીફ ઓફિસરની નિમણુક થયેલ ન હોવાથી, નગરપાલિકાના વિસ્તારના રહીશોને રોજ-બરોજના કામમાં ઘણી તકલીફ થઈ રહેલ છે. તેમજ – શહેરના વિકાસના કાર્યોને એકદમ બ્રેક લાગેલ છે.જેથી મોરબી શહેરના વિકાસને ધ્યાનમાં લઇ તેમજ જાહેર જનતાના કામોને ધ્યાનમાં લઇ મોરબી નગર પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક તાત્કાલિક કરવા મોરબી જાહેર જનતા વતી વિનંતી કરવામાં આવી છે.

- text

વધુમાં ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના બાદ હાલમાં મોરબી નગરપાલિકા ઓફિસમાં ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચૂંટાયેલ નગરસેવકો કે કોઈ અધિકારીની હાજરી નહિ હોંવાથી જાહેર જનતા ખુબજ પરેશાન થઇ રહેલ છે. જેથી મોરબી નગરપાલિકા વિસ્તારની જનતાના હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ કાયમી ચીફ ઓફિસરની નિયુક્તિ કરવા રજૂઆતના અંતમાં જણાવ્યું છે.

- text