વાંકાનેરના ભીમગુડા ગામે પવિત્ર પાળિયા તોડી નંખાતા રોષ

- text


સ્મશાનમાં સુરાપુરા દાદાની ખાંભી તોડી પડાતા ગ્રામજનોમાં રોષ

વાંકાનેર : શૂરવીરની ધરતી ગણાતા આપણા ગુજરાતની સંસ્કૃતિમાં શૂરવીરતાના દર્શન કરાવતી મારે… પાળિયા થઈને પુજાવું રે… ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું….. પંક્તિઓ ઇતિહાસને અમર બનાવી રહી છે ત્યારે વાંકાનેરના ભીમગુડા ગામે આવેલ સુરાપુરા દાદાના પાળિયા (ખાંભી) કોઈ અસામાજિક તત્વોએ તોડી નાંખતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે.

- text

વાંકાનેરના ભીમગુડા ગામે આવેલા સ્મશાનમાં અનેક સુરાપુરા દાદાની ખાંભીઓ આવેલી છે, અહીં ત્રણેક દિવસ પહેલા કોઈ અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. જેમાં સુરાપુરા દાદા સહિત ત્રણેક ખાંભીમાં કોઈએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગામના અગ્રણી અજયભાઈએ જણાવ્યું હતું કે, કોઈ અસ્થિર મગજના વ્યક્તિએ આવેશમાં આવી જઈને સુરપુરા દાદાની ખાંભીને પથ્થરો મારી નુકસાન પહોચાડ્યું છે. જો કે અસ્થિર મગજનો વ્યક્તિ હોવાથી આવેશમાં આવીને નુકસાન કર્યું હોવાથી તેની સામે કાર્યવાહી કરવા કોઈ રજુઆત કે ફરિયાદ કરી નથી. પણ સુરાપુરા દાદાની ખાંભી ખંડિત થવાથી ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે.

- text