પ્રકાશભાઈ હવે હળવદના બિસ્માર રસ્તાઓ રીપેર કરાવો

- text


મુખ્યમાર્ગનું તાકીદે નવીનીકરણ કરવા ભાજપ અગ્રણીની ભાજપના ધારાસભ્યને રજુઆત

હળવદ : હળવદ શહેરી વિસ્તારનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોય આ રોડનું સત્વરે નવીનીકરણ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન રાજેન્દ્રભાઈ દવેએ ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને રજુઆત કરી છે.

- text

રજુઆતમાં જણાવ્યા મુજબ હળવદ શહેર જે હળવદ તાલુકાનું મુખ્ય મથક છે અને હળવદ શહેરનો મુખ્ય માર્ગ (ગૌરવ પથ) જે ત્રણ રસ્તાથી લઇ સરા નાકા થઈ અને વૈજનાથ ચોકડી સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. આ રોડ પર એસ. ટી બસો – દવાખાનામાં આવતી એમ્બ્યુલન્સ જેવા વાહનો અને પ્રતિદિન હજારો વાહનો આ માર્ગે પરિવહન કરી રહ્યા છે. આ માર્ગ છેલ્લા ૩ વર્ષ ઉપરના સમયથી અતિ બિસ્માર હાલતમાં છે. તો સત્વરે આ માર્ગનું નવિનીકરણ થાય તે જરૂર છે તો આ નવો રસ્તો બને તે માટે જરૂરી કાર્યવાહી કરવા અને નવીનીકરણ ના થાય ત્યાં સુધી આ રસ્તા નું સત્વરે સમારકામ થાય તે ખૂબ જરૂરી હોય તો આ અંગે ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text