સસ્તી વીજળી માટે અમરેલી જિલ્લામાં પવનચક્કી લગાવશે મોરબી સિરામીક ઉદ્યોગ

- text


વિન્ડમીલ તેમજ સોલાર પ્રોજેક્ટ માટે એનઓસી પ્રક્રિયામાં અંતરાય આવતા સાંસદ મોહનભાઇ કુંડારિયાના પ્રયત્નોથી સફળતા

મોરબી : ચાઈના સામે હરીફાઈમાં ટકી રહેવા અને ઉંચા વીજળી બિલથી બચવા મોરબી સિરામીક ઉદ્યોગ દ્વારા અમરેલી જિલ્લામાં પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટ સાકાર કરવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ વન વિભાગના એનઓસીને કારણે વિન્ડમીલ અને સોલાર પ્રોજેક્ટમાં વિઘ્ન આવતા સાંસદ મોહનભાઇ કુંડારિયાને રજુઆત કરવામાં આવતા પ્રશ્ન હલ થયો હોવાનું સિરામીક એસોશિએશન પ્રમુખ દ્વારા જાહેર કરાયું છે.

મોરબી સીરામિક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના જણાવ્યા મુજબ મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રીઝમાં વીજ વપરાશ મોટા પ્રમાણમા થાય છે જેની સામે આપણાસીધા હરીફો એવા ચાઈનાની ઈન્ડસ્ટ્રીઝને તેમની સરકાર દ્વારા સપ્લાય થતી વીજળીનો દર ઘણો નીચો હોવાથી ચાઈના સામે હરિફાઈમા ટકી રહેવા માટે મોરબીના સીરીમીક ઉદ્યોગકારો દ્વારા તેમની પ્રોડક્શન કોસ્ટ નીચી લાવવા માટે વિંડમીલ અને સોલાર પ્રોજેક્ટ સ્થાપવા અમરેલી જીલ્લામા બન્ને પ્રોજેક્ટ સ્થાપવા માટે તૈયારીઓ કરીને તેમના પ્રોજેક્ટમા આગળ વઘેલ છે પરંતુ ફોરેસ્ટ વિભાગ એનઓસી આપવામાં ઢીલ કરી રહ્યું હોય પ્રોજેક્ટ વિલંબિત બન્યો છે.

- text

બીજી તરફ મોરબી સિરામીક એસોશિએશન દ્વારા આ મામલે સાસંદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરતા તેઓએ ત્વરિત વનવિભાગને ટેલિફોનિક સુચના આપતા તુરંત જ વન વિભાગે એનઓસી ઈશ્યુ કરી આપતા મોરબી સીરામીક એસોસીએસન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કરી સોલાર અને વિન્ડમીલ એટલે કે પવનચક્કી પ્રોજેક્ટ માટે આગળ કાર્યવાહી શરૂ કરી મોરબી સિરામિકને સસ્તો વીજ વિકલ્પ મળે તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

- text