મોરબી યાર્ડમાં દરરોજ કચરો સળગાવી પ્રદુષણ ફેલાવાતા વેપારીઓમાં રોષ

- text


પ્લાસ્ટિક સહિતનો કચરો માર્કેટીંગ યાર્ડમાં સળગાવવાને બદલે યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માંગ

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં દુકાનો સામે જ પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા કચરો સળગાવતા પ્રદુષણ ફેલાય રહ્યું છે. આથી પ્લાસ્ટિક સહિતનો કચરો માર્કેટીંગ યાર્ડમાં સળગાવવાને બદલે યોગ્ય જગ્યાએ નિકાલ કરવાની વેપારીઓએ માંગ ઉઠાવી છે.

મોરબી માર્કેટિંગ યાર્ડના મયુર કારીયાના જણાવ્યા મુજબ મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શાકભાજી વિભાગ ખાતે લીલા શાકભાજી સિવાયનો બધો કચરો જેવો કે પ્લાસ્ટિક, ઝબલા, દોરી, કાગળો અન્ય બધું ભેગુ કરી સફાઇ કર્મચારીઓ દ્વારા વેપારીની દુકાન સામે, વાહન ચાલવાના રસ્તામાં સળગાવી દેવામાં આવી રહ્યો છે. જે બાબત ઘણી વખત માર્કેટિંગ યાર્ડના કર્મચારીનું ધ્યાન દોરવામાં આવ્યું છે, છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર જોવા મળ્યો નથી. દુકાનો સામે જ પ્લાસ્ટિક સહિતનો કચરો સળગાવી દેવામાં આવતા પ્રદુષણ ફેલાય રહ્યું છે. આ બાબત ધ્યાન આપી યોગ્ય સૂચના આપવા મોરબી માર્કેટિંગ યાર્ડ શાકભાજી વિભાગ વેપારીઓ દ્વારા માંગ ઉઠાવી છે.

- text

- text