મોરબીની પવન હોસ્પિટલમાં કાલે સોમવારથી હરસ, મસા, ભગંદર, ફિશરનો નિઃશુલ્ક નિદાન કેમ્પ

ત્રણ દિવસ ચાલશે કેમ્પ, નિષ્ણાંત તબીબ દ્વારા દર્દીઓનું વિનામૂલ્યે કરાશે શ્રેષ્ઠ નિદાન
ડો. કશ્યપ શેરસિયા દ્વારા હોસ્પિટલના શુભારંભ નિમિત્તે સેવાકીય આયોજન, આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલના લીધે હવે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર કે ઓપરેશન માટે દૂર નહિ જવું પડે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં પવન સર્જીકલ હોસ્પિટલનો પ્રારંભ થયો છે. આ નિમિતે અહીં કાલે સોમવારથી ત્રણ દિવસ હરસ, મસા, ભગંદર, ફિશર જેવા રોગોના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત ડો. કશ્યપ શેરસિયાની રેગ્યુલર સેવા મળશે.

મોરબીના શનાળા રોડ ઉપર ગુરૂ દત્તાત્રેય મંદિરવાળી શેરી, ભાવનાબેનના દવાખાના સામે, મણીયાર હોસ્પિટલમાં પવન સર્જીક હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં અદ્યતન ઓપરેશન થીયેટ સાથે સ્પે. રૂમની સુવિધા છે. ઉપરાંત ડે-કેર યુનિટ અને લેડીઝ સ્ટાફની સુવિધા પણ છે. અહીં ડો. કશ્યપ શેરસિયા- કન્સલ્ટન્ટ પ્રોકટોલોજિસ્ટ એન્ડ એએનઓ રેક્ટલ સર્જન, સર્ટિફાઇડ સ્પેશિયાલિસ્ટ ઈન ક્ષારસૂત્ર ( બીએએમએસ, સીકેએસટી) દરરોજ સેવા આપશે.

હોસ્પિટલમાં હરસ, મસા, ફિશર તથા ભગંદર જેવા રોગમાં સચોટ નિદાન અને સારવાર થશે. ક્ષારસુત્ર પધ્ધતિથી સંડાસનો કંટ્રોલ ન જાય તેવા પ્રકારના ઓપરેશન થશે. હરસ , મસા, રોગોમાં ઇલેકટ્રોકોટરી દ્વારા, Sclerotherapy (ઇન્જેકશન દ્વારા) તેમજ RBL(Rubber Band Ligation) જેવી આધુનિક પધ્ધતિથી સારવાર થશે.

આ ઉપરાંત PILONIDALSINUS (નાસુર) ની આધુનિક પધ્ધતિથી સારવાર, પેટનાં રોગો-આંતરડાનાં જૂના હઠીલા રોગો, જૂની કબજીયાત, ગેસ, મરડો, અપચો, મંદાગ્નિ, અલ્સરેટીવ કોલાઇટીસ વગેરે પાચનતંત્રના રોગોની સલાહ અને સારવાર, મળમાર્ગના દરેક રોગમાં યોગ્ય તપાસ અને ઓપરેશનથી તેમજ ઓપરેશન વગર સારવાર મળશે. અહીની સારવાર બાદ લાંબો સમય હોસ્પિટલમાં રહેવાની તેમજ સંપૂર્ણ આરામની જરૂર પડતી નથી. સારવાર દરમ્યાન રોગી પોતાની રોજીંદી કામગીરી સરળતાથી કરી શકે છે.

આ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે તા.20, 21 અને 22ના રોજ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે 9:30 થી 1 અને સાંજે 5થી 8નો રહેશે.તો કેમ્પમાં જરૂર પધારી વિનામૂલ્યે શ્રેષ્ઠ આરોગ્ય સેવાનો લાભ લેવા અપીલ કરાઈ છે.
વધુ વિગત માટે અથવા રજીસ્ટ્રેશન માટે
મો.નં.9909892392