મોરબીમાં ફરી એસીના પાઇપ ચોરતી ટોળકી સક્રિય 

- text


ઓમ શોપિંગ સેન્ટરમાં એસીના પાઇપ ચોરાતા એ ડિવિઝનમાં અરજી

મોરબી : મોરબીમાં થોડા દિવસ પહેલા જ રેન્જ આઇજીએ જિલ્લામાં સબ સલામત હોવાનો રાગ આલાપ્યો હતો એના બીજા દિવસથી જ ચોરી, અપહરણ ફ્રોડ સહિતના બનાવ વધ્યા છે ત્યારે ગત વર્ષ ઉનાળામાં મોરબી શહેર અને હાઇવે ઉપરના શોપિંગ માં એસીના પાઇપ ચોરી થયાના અનેક બનાવો બન્યા હતા. ત્યારે ઉનાળો શરુ થતા ફરી એસીના પાઇપ ચોરતી ટોળકી સક્રિય થઇ છે

મોરબીના રવાપર રોડ પર આવેલ ઓમ શોપિંગ સેન્ટરમાં ઓફિસ ધરાવતા કેયુરભાઈ પંડ્યા એ ડીવીજન પોલીસને લેખિત અરજી કરી હતી કે છેલ્લા 6 થી 7 દિવસની અંદર અગાસી પરથી તેઓની ઑફિસોના એસીના પાઇપ અજાણ્યા ઈસમો ચોરી ગયા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આજ શોપિંગમાં એસીના પાઇપ ચોરી થયેલ. ત્યારે ફરી એસીના પાઇપ ચોરતી ટોળકી સક્રિય થઇ છે.

- text

- text