નેકનામમાં પુરઝડપે આવતા ટ્રકે રીક્ષાનું પડીકું વાળી દીધું

- text


સદનસીબે રીક્ષામાં કોઈ બેઠેલું ન હોવાથી જાનહાની ટળી

ટંકારા : ટંકારાના નેકનામ બસ સ્ટેન્ડમાં પૂરઝડપે આવતા ટ્રકે રીક્ષાને ઠોકર મારી તેનું પડીકું વાળી દીધું હતું. જો કે રીક્ષામાં કોઈ બેઠેલું ન હોવાથી જાનહાની ટળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર નેકનામ બસ સ્ટેન્ડ નજીક પેસેન્જરોની રાહમા ઉભેલ રીક્ષાને પડધરી તરફથી આવતા તોતિંગ ટ્રકે ટક્કર મારી પડીકું વાળી દીધી હતી. સદભાગ્યે રીક્ષામાં કોઇ બેઠુ ન હતું માટે જાનહાની ટળી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હોય રીક્ષાને હડફેટે લેતાં ધડાકાભેર અવાજથી ચોકડી પર લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે ટંકારા પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ છે.

- text

- text