મોટી બરારની છાત્રા અવની ડાંગર કલા મહાકુંભમાં પ્રદેશ કક્ષાએ પ્રથમ

- text


મોરબી : મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ 2022-23માં નડીયાદ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયેલ હતું. જેમાંથી 16 થી 20ની વયજૂથમાં નિબંધલેખન સ્પર્ધામાં ભાગ લેનાર અવનીબેન અજયભાઈ ડાંગર એ પ્રદેશ કક્ષાએ ભાગ લઈ પ્રથમ ક્રમાંકે વિજેતા થઈ મોડેલ સ્કૂલ મોટીબરાર અને મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.આ યશસ્વી સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન. વીડજા અને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે. અવનીબેન હવે પછી મોરબી જિલ્લાનું નેતૃત્વ લઈ રાજ્ય કક્ષાએ ભાગ લેશે.

- text

- text