માળિયા આઈટીઆઈ ખાતે RBI દ્વારા નાણાકીય સાક્ષરતા અંગે કાર્યક્રમ યોજાયો

- text


માળિયા : ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પૂરા ભારતમાં હાલ તારીખ 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2023 સુધી નાણાકીય સાક્ષરતા અઠવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે જેની થીમ છે, “યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ” આ અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા માળીયા મીયાણા ખાતે આરબીઆઇ દ્વારા નાણાકીય સાક્ષરતા અને જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન થયેલ હતું.

જેમાં RBI ના આસિસ્ટન્ટ મેનેજર રૂપેશ ચૌહાણ, મોરબી લાલપર SBI બ્રાન્ચ મેનેજર સુરેન્દ્ર પ્રસાદ ચૌધરી તથા બી.જે. ડામોર એ ઉપસ્થિતિ આપી તાલીમાર્થીઓને નાણાકીય ફ્રોડ, બચત, ઇન્સ્યોરન્સ, સરકારી યોજનાઓ જેવા અગત્યના બેન્કિંગ મુદ્દાઓ પર અસરકારક માહિતી આપી જેમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા માળિયા મીયાણા ખાતે ફરજ બજાવતા પી.ટી. માકાસણા, આર.ડી. ઇંદરીયા, ડી. વાય. કંઝારીયા, એસ. જે. ઘોડાસરા, ડી.પી. કાવર તથા આર. વી. રાઠોડ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું.

નોંધનીય છે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા માળિયા મીયાણા ચાચાવદરડા-પીપળીયા ચોકડી માળિયા હાઇવે પાસે આવેલ છે, જેમાં સ્કીલ ડેવલોપમેન્ટ ને લગતા વાયરમેન, કોમ્પ્યુટર, ફીટર તથા વેલ્ડર જેવા કોર્સમાં આસપાસના ગામડાઓના તથા માળિયા તાલુકાના તાલીમાર્થીઓ ગુણવત્તાયુક્ત તાલીમ મેળવી રહ્યા છે.

- text

- text