મોરબીમાં પાવર ટ્રીપિંગથી કંટાળેલા ઉદ્યોગપતિઓ 16મીએ વીજ કચેરીનો ઘેરાવ કરશે

- text


 

મોરબી: પાવર ટ્રીપિંગ બાબતે વીજ કંપની દ્વારા કોઈ નિરાકરણ ન લાવવામાં આવતા આગામી તારીખ 16 ફેબ્રુઆરી ને સવારે 11 કલાકે તમામ ફેક્ટરીના માલિકોએ કર્મચારીઓ સાથે વીજ કચેરીનો ઘેરાવ કરવાનું નક્કી કર્યું છે.

- text

તમામ એકમોના માલિકોએ જણાવ્યું છે કે, ફેક્ટરીના માલિકોએ અગાઉ અનેક વખત જીઇબીને રેગ્યુલર પાવર આપવા બાબતે સતત રજૂઆતો કરી છે. બે વર્ષથી રજૂઆતો કરવા છતાં જીઈબી તરફથી કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં નથી આવ્યું. જેના કારણે તમામ એકમો દરરોજ પાવર ટ્રીપના કારણે હેરાન થઈ રહ્યા છે અને 50,000 ની નુકસાની કરી રહ્યા છે. ત્યારે તમામ ફેક્ટરીના માલિકો અને મજૂરો સાથે મળીને આશરે 1200 જેટલા લોકો 16 ફેબ્રુઆરીએ વીજ કચેરીનો ઘેરાવ કરશે. સાથે જ વીજ કંપનીને બધા એકમો સોંપવાની રજૂઆત કરશે અને નુકસાનની તમામ જવાબદારી વીજ કંપનીની રહેશે તેમ રજૂઆત કરીને વીજ કંપનીનો કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.

- text