સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નેશનલ એકેડમી સ્કૂલના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

- text


 

મોરબી: ગઈકાલે તારીખ 12 ફેબ્રુઆરી ને રવિવારના રોજ મોરબીના કેનાલ રોડ પર રવાપર ખાતેના રામોજી ફાર્મમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નેશનલ એકેડેમી સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લઈને સારો દેખાવ કર્યો હતો.

આ સ્પર્ધામાં 1 થી 10 નંબર આપવામાં આવ્યા હતા તથા વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જેમાં સ્કૂલની વિદ્યાર્થિની આયુષી સંદીપભાઈ જાદવે 7મો ક્રમાંક મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું.

- text

- text