મોરબી જુના બસ સ્ટેન્ડ નજીકથી લાપતા થયેલ બાળક ભચાઉથી હેમખેમ મળી આવ્યો

- text


જુના બસસ્ટેન્ડ નજીક લાપતા બનેલા બાળક મામલે પોલીસે અપહરણનો ગુન્હો નોંધી એલસીબી ટીમે તાકીદે શોધી કાઢ્યો

મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ નજીક સર્કસનો ખેલ કરતા નટ બજાણીયા સગીર બાળકનું આપહરણ થયાની ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના દિવસોમાં જ મોરબી એલસીબી પોલીસે અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી સગીર બાળકને કચ્છના ભચાઉથી હેમખેમ શોધી કાઢ્યો છે. ઉપરાંત બાળકનું અપહરણ ન થયું હોવાનું અને બાળક જાતે જ બસમાં બેસી કચ્છ ના ભચાઉ ચાલ્યો ગયો હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૧૩/૦૧/૨૦૨૩ નારોજ બપોરના આશરે ૦૩/૦૦ વાગ્યાના અરસામાં મોરબી જુના બસ સ્ટેન્ડ પાસેથી કરણ રામકુમાર રામખેલાવન નટા બજાણીયા રહે. હાલ મોરબી નવલખી ફાટક પાસે, ઝુપડામાં મુળ રહે. પછપેડી તા.મસ્તુરી જિ. બિલાસપુર છત્તીસગઢ વાળાના પુત્ર ધર્મેન્દ્ર ઉ.વ. ૧૩ વર્ષ ૭ માસ વાળાનું કોઇ અજાણ્યા આરોપીએ કોઇ અગમ્ય કારણસર અપહરણ કરી લઇ ગયા અંગેની ફરિયાદ મોરબી સિટી એ ડિવીઝન પોલીસ મથકમાં તા.૮ ફેબ્રુઆરીના રોજ નોંધાઇ હતી.

- text

બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ એલસીબી પોલીસ ઇન્સપેક્ટર ડી.એમ.ઢોલ દ્વારા બાળકને હેમખેમ તાત્કાલીક શોધી કાઢવા તથા આરોપી પકડી પાડવા સારૂ એલ.સી.બી. મોરબીની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત કામગીરી કરવા કાર્યરત કરતા આ અપહૃત બાળકનો ફોટો બતાવી તેમજ ટેકનીક માધ્યમ, હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા અપહત બાળક અંગે હકિકત મેળવવા સંઘન, તપાસ કરી કરાવતા હતાં તે દરમ્યાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, આ બાળક હાલ ભચાઉ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું.

જેને પગલે એક ટીમને તાત્કાલીક ભચાઉ કચ્છ ખાતે મોકલી બાળકની તપાસ કરતા ભચાઉ ચાર રસ્તા ખાતેથી હેમખેમ મળી આવતા તેને પુછતા પોતે એકલો મોરબી જુના બસ સ્ટેન્ડથી બસમાં બેસી ભચાઉ મુકામે આવતો રહેલ હોવાનું જણાવેલ હોય જેને પરત લાવી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવીઝન પોલીસ મથકને સોપવામાં આવેલ છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text