ટંકારામા જીરું અને હળવદમા મોબાઇલની ચોરી કરનાર તસ્કર ગેંગ ઝડપાઇ

- text


મોરબી એલસીબી ટીમે રીઢા ગુન્હેગારોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

મોરબી : ટંકારા તેમજ હળવદ તાલુકામાં દુકાનના શટર ઊંચકી જીરું તેમજ મોબાઈલ ફોનની ચોરી કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત ઘરફોડી ગેંગને મોરબી એલસીબીએ ઝડપી લઈ ચોરીના ચાર કેસનો ભેદ ઉકેલી નાખી હાલ ટંકારા પોલીસને તસ્કર ગેંગનો કબ્જો સોપી લાખોનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત વર્ષે ટંકારા શહેરમાં જીરાના ગોડાઉનમાંથી લાખો રૂપિયાનું જીરું ચોરી જનાર તેમજ હળવદ શહેરમાં બે અલગ અલગ મોબાઇલની દુકાનમાં ચોરીને અંજામ આપનાર તસ્કર ગેંગ મોરબી વિસ્તારમાં હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દબોચી લઈ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં એલસીબી ટીમે આ ચોરીને અંજામ આપનાર મધ્યપ્રદેશ રાજ્યના બે ગેંગ લીડર સહિત આઠ આરોપીઓને ઓળખી કાઢી હાલ ઝડપાયેલા આરોપીઓને ટંકારા પોલીસને હવાલે કર્યા છે.

- text

વધુમાં એલસીબી ટીમે તસ્કર ટોળકીના લીડર વિરેન વિજયભાઇ રાઠોડ, રહે. હાલ મોરબી, નટરાજ ફાટક એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડની સામે ઝુપડામાં તા.જી.મોરબી મુળ ગામ બરઝર તા.ભાભાર જી.અલીરાજપુર (એમ.પી.), દિનેશભાઇ તેજાભાઇ મેડા, રહે. હાલ મોરબી, એલ.ઇ. કોલેજ જવાના રસ્તા ઉપર ઝુપડામાં તા.જી. મોરબી મુળ રહે. મુળ ગામ કાલાપીપર તા.જી.જાબુઆ (એમ.પી.) તેમજ ટોળકીના સભ્ય નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા, રહે. હાલ મોરબી, ભીમસર વિહોતમાતાજીના મંઢ પાસે તા.જી.મોરબી, રાહુલભાઇ રાજુભાઇ કુંઢીયા, રહે. મોરબી દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ કવાર્ટર બ્લોક નં-બી/૦૨ રૂમ નં-૨૦૨ મુળ ગામ કુંઢ તા.હળવદ, પપ્પુભાઇ નવાભાઇ પરમાર, રહે. હાલ મોરબી-૦૨ પાડા પુલ નીચે ઝુપડામાં તા.જી.મોરબી મુળ વરમખેડા પડાવ ફળીયુ તા.જી.દાહોદ, પાંગળાભાઇ નાનજીભાઇ ડામોર, રહે. હાલ મોરબી-૦૨ એલ.ઇ.કોલેજ સામે ઝુપડામાં તા.જી.મોરબી મુળ ગેહલર તા.જી.જાંબુઆ (એમ.પી.), હરેશભાઇ નરશુભાઇ મોહનીયા, રહે. હાલ મોરબી-૦૨ પાડા પુલ નીચે ઝુપડામાં તા.જી.મોરબી મુળ જાંબુકાંઠા નેહલ ફળીયુતા.જી.દાહોદ અને અજય પ્રકાશભાઇ ભુરીયા, રહે. હાલ મોરબી, પાડા પુલ નીચે મુળ ગામ બેટમા તા.દેપાલપુર જી.ઇન્દૌર (એમ.પી.) વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી આરોપીઓને રૂપિયા 13,65,900ના મુદ્દામાલ સાથે સોપી આપી ચોરીના અલગ – અલગ ચાર ગુન્હાઓ ઉકેલી નાખ્યા છે.

- text