મોરબી મહાસંઘના મહિલા સંવર્ગ દ્વારા મહિલા સંમેલન યોજાયું

- text


મોરબી : મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિશુ મંદિર ખાતે મહિલા સંમેલન યોજવામાં આવ્યું જેમાં તમામ જવાબદારી બહેનો દ્વારા સુચારુ રૂપે નિભાવવામાં આવી હતી.

મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કક્ષાના માતૃશક્તિ સંમેલનનું ભવ્યાતિભવ્ય આયોજન શિશુ મંદિર ખાતે કરેલ હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત પધારેલ માતૃશક્તિ શિશુમંદિર મોરબી જિલ્લાના પ્રાધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયા, મોરબી સુરેન્દ્રનગર વિભાગના મહિલા સહ સંગઠન મંત્રી ડૉ. લાભુબેન કારાવદરા, મોરબી જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ વીણાબેન દેસાઈ તેમજ મોરબી જિલ્લા મહિલા મંત્રી કિરણબેન આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું. સરસ્વતી વંદના વાંકાનેર તાલુકાના શિક્ષિકા બહેનો ક્રિષ્નાબેન કાસુન્દ્રા અને સ્વાતિ બેન રાવલ દ્વારા કરવામાં આવી. પધારેલ મહાનુભવોનું સ્વાગત માળિયા તાલુકા ના મહિલા અધ્યક્ષ માયાબેન ડાંગર અને વાંકાનેર તાલુકા મહિલા ઉપાધ્યક્ષ હર્ષાબેન વૈષ્ણવ એ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રજ્ઞાબેન ફુલતારીયા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન મોરબી જિલ્લા મહિલા મંત્રી કિરણબેન આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું હતું એમ મોરબી જિલ્લા પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવે છે.

- text

- text