હળવદના રાતાભેરમા ખાણખનીજ વિભાગનો સપાટો

- text


 

મોરમ ખનિજની ચોરી કરતા ચાર ટ્રેકટર, એક ટ્રક અને જેસીબી જપ્ત

હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામે મોરમ ખનિજની ચોરી થતી હોવાની બાતમીને આધારે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી ચાર ટ્રેકટર, એક ટ્રક અને જેસીબી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેર અને તેમની ટીમે આજે મોડી સાંજે હળવદ તાલુકાના રાતાભેર ગામે બાતમીને આધારે દરોડો પાડી મોરમ ખનિજની ચોરી રંગે હાથ ઝડપી લઈ ખનીજ ચોરી કરવામાં ઉપયોગમાં લેવાતા ચાર ટ્રેકટર, એક ટ્રક અને જેસીબી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

- text