મોરબીમાં ફેકટરીમાં બીજા માળેથી પડી ગયેલા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ સર્વોપરી માટીના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મંગલસિંહ અમરતલાલ ભંડોર નામના મધ્યપ્રદેશના રહેવાસી શ્રમિક ગત તા.22 જાન્યુઆરીના રોજ ક્વાર્ટરના બીજા માળેથી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. શ્રમિકને પ્રથમ મોરબી બાદ અમદાવાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text