સાર્થક વિદ્યામંદિરમાં કાલે ગુરૂવારથી 11 દિવસ મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર

- text


 

મોરબી: સાર્થક વિદ્યામંદિર અને સુરક્ષા સેતુ સોસાયટી મોરબી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે 9 ફેબ્રુઆરી થી આગામી 11 દિવસ સુધી મહિલા સ્વરક્ષણ- તાલીમ શિબિરનું આયોજન સાર્થક વિદ્યામંદિર ખાતે કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં ધોરણ 6, 7, 8, 9 અને 11ના બહેનોને દરરોજ સવારે 8 થી 9 અને બપોરે 2 થી 3 જિલ્લા પોલીસ દ્વારા નિયુક્ત નિષ્ણાત કોચ મનીષ અગ્રાવત અને રણજીત ચૌહાણ દ્વારા તાલીમ આપવામાં આવશે.

- text

વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસને હંમેશા અગ્રીમતા આપતી શાળા સાર્થક વિદ્યા મંદિર દ્વારા સલામતીને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. સાંપ્રત ઘટનાઓ તેમજ સમયની અનિવાર્યતાને ધ્યાનમાં લઈને બહેનોને સંરક્ષણની સંપૂર્ણ તાલીમ મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

 

- text