દુહા છંદ સ્પર્ધામાં સરસ્વતી શિશુમંદિરનો વિદ્યાર્થી અવ્વલ

- text


મધ્ય ઝોન પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં શક્ત શનાળાના સરસ્વતી શિશુમંદિરનું ગૌરવ વધ્યું

મોરબી : જિલ્લા યુવાક વિકાસ અધિકારી કચેરી મોરબી દ્વારા યોજાયેલી મધ્ય ઝોન પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં શક્ત શનાળાના સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીએ દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને ગૌરવ વધાર્યું છે.

મોરબીના સ્વામીનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં વયજૂથ 7 થી 13 વર્ષ ખુલ્લા વિભાગની દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં શક્ત શનાળાના સરસ્વતી શિશુમંદિરમાં ધોરણ 4માં અભ્યાસ કરતાં શ્લોક મયુરભાઈ રામવતે પ્રથમ નંબર મેળવ્યો છે. હવે શ્લોક રામાવત રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જશે. શ્લોક રામાવતની આ સિદ્ધિ બદલ રામાવત પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

- text

- text