ગુજરાત પ્રજાપતિ વિચારધારા સંગઠનની પ્રથમ બેઠક યોજાઈ

- text


બેઠકમાં સામાજિક આગેવાનોએ સમાજના ઉત્કર્ષ માટે વાડાબંધીથી પર રહીને સમસ્ત પ્રજાપતિ સમાજ એક મંચ પર આવીને તમામ ક્ષેત્રોમાં પ્રગતિ અપાવે તેવી લાગણી વ્યક્ત કરી

મોરબી : તાજેતરમાં ગુજરાત પ્રજાપતિ વિચારધારાના બેનર હેઠળ પ્રથમ બેઠક માટે
ગુજરાતના ૧૬ જિલ્લામાં વસવાટ કરતા પ્રજાપતિ સમાજના આગેવાનોને જ આમંત્રણ આપવામાં આવેલ હતું. આ પ્રથમ બેઠકમાં ૧૧ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નકલંક ગુરૂધામ શક્તિનગર હળવદના મહંત દલસુખ મહારાજે આશિર્વાવચન ઉદબોધન સામાજિક એકીકરણ પર ભાર મુક્યો હતો.

મહંત દલસુખ મહારાજે સમાજને શીખ આપતાં જણાવ્યું હતું કે, સમાજના ઉત્કર્ષ માટે સામાજિક એકીકરણની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. વાડાબંધીમાં વહેંચાયેલા આપણા સમાજમાં ભલે અલગ અલગ સંસ્થાઓ ચાલે પરંતુ સમાજના વિકાસ માટે સામાજિક એકીકરણથી સમાજ વિકાસ શૈક્ષણિક વિકાસમાં અસરકારક સામુહિક આયોજન સમાજની ધાર્મિક ઓળખના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા સમાજના શિક્ષીત બેરોજગાર યુવાનો માટે ભરતી પ્રક્રિય માં તજજ્ઞો મારફતે કોચિંગ વર્ગો શરૂ કરવા સમા ના લોકોને સરકારી યોજનાઓનો પુરેપુરો લાભ સમાજના છેવાડાના ઘર સુધી અપાવવા સરકારના વિભાગોથી સંકલન કરતુ આયોજન, આવી અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજના આશીર્વાદ રૂપ બની રહે સમાજના શ્રમજીવી માટીકામ અને ઈટભઠ્ઠાના પડતર પ્રશ્નો અંગે સમાજની રાજકીય કામ કરતી ટીમ મારફતે સત્વરે ઉકેલ માટે સક્રિયતા વધારવાની કામગીરી વેગવંતી બનાવવા આયોજન કરાય સમાજ આપની પાસે ખુબ અપેક્ષાઓ રાખીને મીટ માંડીને બેઠો છે

સમાજના ઉપસ્થિત વિવિધ આગેવાનોએ સમાજ હીત માટે જરૂરી સુચનો કરી ખાસ કરીને એકતા પર ભાર મૂક્યો હતો. જે સમાજના અનુભવી આગેવાનોએ અને રાજકીય અને વહીવટી શિક્ષીત નિવૃત્ત અધિકારીઓ અને સમસ્ત સમાજ વ્યવસ્થાનો ભરોસો યુવા જોશ આળસ મરડે અને એકીકરણથી સમાજ ઉત્કર્ષની કામગીરીમાં જોતરાઈ જાય એ આપણા પુર્વજોના આશીર્વાદ રૂપ બની રહેશે.

આ બેઠકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અમદાવાદ મહાનગર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી સમાજના ઉત્કર્ષ માટે વાડાબંધીથી પર રહીને સમસ્ત પ્રજાપતિ સમાજ એક મંચ પર આવીને તમામ ક્ષેત્રોમાં પ્રગતિ અપાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સમાજનો ઉત્કર્ષ સામાજિક શૈક્ષણિક ધાર્મિક ત્રીસ્તરીય કરવા માટે સમાજના ધર્મગુરુઓ, સામાજિક, સંસ્થાઓ, પ્રબુદ્ધ નાગરિકો, સરકારી અધિકારીઓ, મહીલા સંસ્થાઓ અને ખાસ કરીને સમાજનું યુવા જોશ તમામ ક્ષેત્રના આગેવાનોએ આ દીશામાં એક થઇને સમાજ નિર્માણના કાર્ય માટે વિચારવાનો સમય આવી ગયો છે.

- text

- text