મોરબીમાં એચ.એલ.સોમાણી ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

મોરબી : મોરબી 8 એ નેશનલ હાઇવે શ્રીજી સીરામિક સામે, બાપા સીતારામ મઢુંલી-લાલપર ખાતે આજે એચ.એલ.સોમણી ફાઉન્ડેશન અને હેલ્પ ઇઝ ઇન્ડિયા-મોરબી દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો ઉત્સાહભેર રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા.

બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરતા 25 બોટલ રક્ત એકત્ર થયું હતું આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા રમાઉતરસિંઘ સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર (સોમાણી), જટાશંકરસિંઘ સિનિયર આસિસ્ટન્ટ જનરલ મેનેજર(સોમાણી), કુલદીપકુમાર, ડેપ્યુટી જનરલ મેનેજર(સોમાણી), જયંતિભાઈ પનારા સિનિયર એક્સેક્યુટિવ (સોમાણી), સુરેશભાઈ કોરિયા મેનેજર (સોમાણી) અને સોમાણી ટીમ તેમજ દિવાળી સોલંકી, હેતલબેન ઝાલા,અને હર્ષદભાઈ (હેલ્પએજ ઇન્ડિયા-morbi) , સિવિલ હોસ્પિટલ ટીમ મોરબી,નીખીલભાઈ (EME -108) અને 108 ટીમ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text