ઝોન કક્ષાના વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શનમાં નવા મકનસર શાળાની કૃતિની પસંદગી

- text


મોરબી : તાજેતરમાં ઝોન કક્ષાનું વિજ્ઞાન, ગણિત,પર્યાવરણ પ્રદર્શન ભાવનગરના આમલા ખાતે યોજાયું હતું જેમાં મોરબી જિલ્લામાં પ્રાથમિક વિભાગમાંથી નવા મકનસર પ્રાથમિક શાળાની કૃતિની પસંદગી કરવામાં આવી છે.

ઝોન કક્ષાના આ પ્રદર્શનમાં નવા મકનસર પ્રાથમિક શાળાની કૃતિ “ડૂબતાનો તારણહાર સેફ્ટી બેલ્ટ” રાજ્ય કક્ષાના વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન માટે પસંદગી પામી છે. મોરબી જિલ્લામાંથી પ્રાથમિક વિભાગમાંથી પસંદ થયેલી આ એક માત્ર કૃતિ છે. આ કૃતિ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ વિજ્ઞાન, ગણિત પ્રદર્શનમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યકક્ષાએ પસંદગી પામવા બદલ શાળા પરિવાર અને શિક્ષણ વિભાગ તરફથી કૃતિ તૈયાર કરનાર વિદ્યાર્થીઓ રબારી રવિ, બામણીયા વિશાલ અને માર્ગદર્શક શિક્ષક પાંચોટીયા જીતેન્દ્રભાઈ અને શાળા પરિવારને અભિનંદન પાઠવાયા છે.

- text

- text