મોરબી જિલ્લામાં કાલે 26 જાન્યુઆરીએ આન, બાન અને શાન સાથે લહેરાશે તિરંગો

- text


હળવદ ખાતે જિલ્લા કક્ષાની અને બાકીના ચાર તાલુકામાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી થશે

મોરબીના હેડ ક્વાર્ટર સમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ, તમામ સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક, સામાજિક, સ્વૈચ્છિક, ઔદ્યોગિક સંસ્થાઓમાં ધ્વજવંદન થશે

મોરબી : મોરબી જિલ્લામાં આન બાન શાન સાથે આવતીકાલ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે. જેમાં આ વખતે હળવદ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે તેમજ બાકીના ચાર તાલુકામાં તાલુકા કક્ષાની અને મોરબીના હેડ ક્વાર્ટર ખાતે તેમજ શૈક્ષણિક, સામાજિક, સ્વૈચ્છિક, સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન થશે અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

- text

આવતીકાલ 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને મોરબી જિલ્લો દેશભક્તિના રંગે રંગાઈ ગયો છે. મોરબી જિલ્લાના કક્ષાના પ્રજાસત્તાક પર્વની હળવદ ખાતે ઉજવણી થશે અને જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન કરાશે. સાથોસાથ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જ્યારે તાલુકા કક્ષાની ઉજવણીમાં ચારેય તાલુકા મોરબી, ટંકારા, માળીયા અને વાંકાનેરમાં ધ્વજવંદન થશે. જ્યારે મોરબી શહેરનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અધિક કલેકટર હસ્તે ધ્વજવંદન થશે. ઉપરાંત, મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના હસ્તે અને નગરપાલિકામાં પ્રમુખના હસ્તે અને હળવદ તથા વાંકાનેર નગરપાલિકાઓમાં પ્રમુખના હસ્તે અને તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાશે. આ ઉપરાંત શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં પણ ગૌરવભેર ધ્વજવંદન કરવામાં આવશે.

- text