સમુહલગ્નમાં દરેક દીકરીએ સાસરે એક એક વૃક્ષ ઉછેરવા સંકલ્પ લીધો

- text


મોરબીના ચાંચાપર ગામે પાટીદાર સમાજના રજત જયંતિ સમૂહલગ્ન યોજાયા : સમૂહલગ્નમાં 56 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબી : મોરબીના ચાંચાપર ગામે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા રજત જયંતિ સમૂહલગ્ન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહલગ્નમાં 56 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

પાટીદાર સમાજના સમૂહલગ્નમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, બી.એચ.ઘોડાસરા, ગોવિદભાઈ વરમોરા, કાનાભાઈ કાનેટિયા, નેવીલ પ્રવીણભાઈ સહિતના પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે લગ્નગ્રંથિથી જોડાયેલી 56 દીકરીઓને પુસ્તકોથી માંડીને સોના ચાંદીના દાગીના મળીને 80 વધુ વસ્તુઓ કરિયાવરરૂપે આપવામાં આવી હતી. દરેક દીકરીઓને વૃક્ષ આપી પોતાના સાસરે એક એક વૃક્ષ વાવી જતન કરવાના સંકલ્પ લેવડવામાં આવ્યા હતા.જ્યારે પાટીદાર સમાજમાં દીકરીઓના ઘટતા જન્મદર વિશે ઊંડું ચિંતન મનન કરવામાં આવ્યું હતું. આ તકે ઉમિયા પરિવાર સમાજ કલ્યાણ કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં પાટીદાર સમાજના વિધાર્થીઓને કોમ્યુટરનું જ્ઞાન તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તેમજ ઉચ્ચ શિક્ષણ માટે વગર વ્યાજે લોન તેમજ સમાજની વિધવા બહેનોને સિલાઈ મશીનનું કામ શીખવાડવામાં આવશે અને તમામ સરકારી યોજનાની માહિતી આપવામાં આવશે. આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં પ્રમુખ મનુભાઈ કૈલા , જયંતીભાઈ વિડજા, મણિલાલ સરડવા, કમલેશભાઈ કૈલા, જયંતીભાઈ પડસુમ્બીયા સહિતના સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી

- text

- text