મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીને 5 વર્ષની કેદ

- text


વર્ષ 2017ના બનાવમાં મોરબી ડિસ્ટ્રિકટ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

મોરબી : મોરબીમાં વર્ષ 2017ના રોજ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જવાના ગુનાનો કેસ મોરબી ડિસ્ટ્રિકટ કોર્ટમાં આજે ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવીને તેને 5 વર્ષની સજા ફટાકરી રૂપિયા 5000નો દંડ ફટકાર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે, મોરબી નજીક રહેતી યુવતી વર્ષ 2017માં મોરબીની ગર્લ્સ સ્કૂલમાં ભણતી અને ત્યારે તેની ઉંમર 16 વર્ષની હોય ટ્યુશનમાં ઘરેથી આવતી જતી વખતે તેણી આદિલ ગફારભાઈ સોલંકીના પરિચયમાં આવી હતી. આરોપીએ પરિચય કેળવીને ગત તા.31/1/2017ના રોજ સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયાની જે તે વખતે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જો કે સગીરાએ પોલીસ નિવેદનમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોય બન્ને સાથે જ નીકળી ગયા હોય પણ આરોપીએ તેની સાથે કોઈ અઘટિત કૃત્ય ન કર્યાનું અને લગ્નની ઉંમર ઓછી હોવાથી સગીરાને આરોપી પાછો ઘરે મૂકી ગયો હોવાનું નિવેદન નોંધાવ્યું હતું.

- text

બાદમાં અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસે જે તે સમયે આરોપીને પકડીને કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ આજે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલો અને 18 મૌખિક પુરાવા તેમજ 24 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી આદિલ ગફારભાઈ સોલંકીને કલમ 363 હેઠળ દોષિત ઠેરવી 3 વર્ષની સજા અને 2000 રૂપિયા દંડ તેમજ આઇપીસી કલમ 366 અન્વયે 5 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટકારી બન્ને સજા એક સાથે ભોગવવા હુકમ કર્યો હતો.

- text