મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે કાન,નાક, ગળાની જટિલ શસ્ત્રક્રિયાનો વર્કશોપ યોજાયો

- text


મોરબીઃ મોરબીની ઓમ એડવાન્સ કાન,નાક, ગળાની હોસ્પિટલ ખાતે ગત તારીખ 7 અને 8 જાન્યુઆરીના દિવસે કાન, નાક, ગળાની જટિલ શસ્ત્રક્રિયા અંગેનો વર્કશોપ યોજાયો હતો.

મોરબીના ડો. હિતેષ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્કશોપમાં વિશ્વ વિખ્યાત સર્જન ડો. સતિષ જૈન દ્વારા બે દિવસમાં લગભગ 14 જટિલ ઓપરેશન આધુનિક પદ્ધતિથી કરવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં રાજયભરના 118 જેટલા ઈ.એન.ટી. સર્જનોએ હાજરી આપી હતી. તથા આ વર્કશોપનું યુ-ટ્યુબ પર પણ જીવંત પ્રસારણ કરવામા આવ્યું હતું. આ વર્કશોપને સફળ બનાવવા ડો. હિતેશ પટેલ, ડો. પ્રેયસ પંડ્યા, ડો. કૃતિકા શાહ અને ડો. અજય સાનગાણી છેલ્લા બે મહિનાથી અથાગ મહેનત કરી હતી. હજુ સુધી મોરબી જેવા નાના સિટીમાં આવો વર્કશોપ ગુજરાતમાં ક્યાંય આયોજિત ન થયો હોવાનું જણાવ્યું હતું.

- text

- text