વાંકાનેરઃ ઘીયાવડ શાળામાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ સ્પર્ધા યોજાઈ

- text


વાંકાનેરઃ તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળામાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અવનવી પતંગો બનાવી હતી. સાથે જ પતંગ મહોત્સવનું પણ આયોજન કરાયું હતું.

શાળામાં સેવા સંસ્થાન-વાકાનેર દ્વારા “જળ બચાવો” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ધોરણ- 6 થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના નિયમિત વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત ઘીયાવડ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય મીની પિકનિકનું ગામના સ્થાનિક સ્થળો ખાતે આયોજન કરાયું હતું. જેમાં વિવિધ સહઅભ્યાસીક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. શાળાના શિક્ષકો કવિતાબેન, દિનેશભાઈ, રવજીભાઈ, નિરાલીબેન, મીરલબેન, નમ્રતાબા, વિરેન્દ્રસિંહ તરફથી વિદ્યાર્થીઓને ભેળનો ભરપેટ અલ્પાહાર કરાવાયો હતો.

- text

શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે “રોડ સેફ્ટી વીક” ઉજવણી અન્વયે ચર્ચા સભા, વીડિઓ નિદર્શન, પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓ કરાવાઈ હતી. કાગળ કામની પ્રવૃત્તિઓ શીખવાડવા માટે શાળામાં જાણકાર મેઘજીભાઈ દ્વારા સેમિનાર પણ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકો અવનવી કાગળ કામની કલા શીખ્યા હતા. આ ઉપરાંત શિક્ષક રવજીભાઈ દ્વારા શાળાના બધા વિદ્યાર્થીઓને પાંઉભાજીનું ભોજન તેમના પિતાની તિથિ નિમિત્તે કરાવવામાં આવ્યું હોવાનું આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું હતું.

- text