ટંકારાના સાવડી ગામેથી દારૂની 56 બોટલ સાથે ઢીલું ઝડપાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી બુટલેગરનો વિદેશી દારૂ છુપાવનાર ખેતમજૂરને વિદેશીદારૂની નાની-મોટી 56 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી દારૂનો જથ્થો છુપાવનાર બુટલેગરને ફરાર દર્શાવી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે વાડીમાં દારૂનો જથ્થો છુપાવી બુટલેગર ટપુ ઉર્ફે પિન્ટુ રામભાઈ રાઠોડ રહે.ઓટાળા નામનો શખ્સ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી ઢીલુભાઈ મોટલાભાઈ ભીલાવીર નામના ખેતમજૂરના કબ્જામાંથી મેકડોવેલ બ્રાન્ડ વિદેશી દારૂની 24 મોટી બોટલ અને 32 નાની બોટલ કિંમત રૂપિયા 10,400 મળી આવ્યો હતો.

- text

દરોડા દરમિયાન પોલીસે આરોપી ઢીલુભાઈ મોટલાભાઈ ભીલાવીરની પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો ટપુ ઉર્ફે પિન્ટુ રામભાઈ રાઠોડ રહે.ઓટાળા વાળાએ છુપાવ્યો હોવાની કબૂલાત આપતા ટંકારા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text