પ્રજાસતાક પર્વે ટંકારા ખાતે દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન

- text


ટંકારા : આર્ય સમાજ ટંકારાની યુવા પાંખ આર્ય વીર દળ ટંકારા દ્વારા આગામી તા.26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ઓપન દેશભક્તિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકે આર્ય સમાજ ત્રણ હાટડી અથવા આર્ય ડેરી ટંકારા ખાતેથી ફોર્મ મેળવી 17 જાન્યુઆરી સુધીમાં જમા કરાવી દેવા જણાવાયું છે.

- text

દર વર્ષની માફક આ વર્ષે પણ 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટી સાર્વજનિક ચોક ખાતે આર્ય વીર દળ ટંકારા દ્વારા ઓપન દેશ ભક્તિ ગીત સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકે આર્ય સમાજ ત્રણ હાટડી અથવા આર્ય ડેરી ટંકારા ખાતેથી ફોર્મ મેળવી 17 જાન્યુઆરી સુધીમાં જમા કરાવવા અનુરોધ કરાયો છે. કાર્યક્રમનો હેતું દેશદાઝ અને આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર નરબંકાને યાદ કરી ભારતની ભાવી પેઢી રાષ્ટ્રીય તહેવાર અંગે વાકેફ કરવાનો હોય છે. આ તકે અનેક મહાનુભાવો અને તાલુકાના નગરવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

- text