મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે જિલ્લા કક્ષાની અરવિંદ ઘોષ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા આયોજિત મોરબી જિલ્લા કક્ષાની અરવિંદ ઘોષ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા છે.

મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલી અરવિંદ ઘોષ સ્પર્ધામાં 15 થી 19 વર્ષ વયજૂથની અ વિભાગની વકૃત્વ સ્પર્ધામાં મોરબીના સત્યરાજસિંહ જાડેજાએ પ્રથમ, જે.એ પટેલ મહિલા સાયન્સ કોલેજની બંસી બરાસરાએ બીજો, સાર્થક વિદ્યામંદિરના અંશ ચાવડાએ ત્રીજો અને આર.ઓ. પટેલ કોલેજની નિતિશા કાલરીયાએ ચોથો નંબર મેળવ્યો છે. જ્યારે નિબંધ લેખન સ્પર્ધામાં જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની કિંજલબા ઝાલાએ પ્રથમ, સાર્થક વિદ્યામંદિરની અવની પરમારે બીજો, જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની મનસ્વી ચાંઉએ ત્રીજો અને આર.ઓ. પટેલ કોલેજની હેત્વી ભાટીયાએ ચોથો નંબર મેળવ્યો છે. આ ઉપરાંત ચિત્રકલા સ્પર્ધામાં નાલંદા વિદ્યાલય-વિરપરની યશ્વી પરમારે પ્રથમ, ડી.જે.પી. કન્યા છાત્રાલયની સાક્ષી સવસેટાએ બીજો, સાર્થક વિદ્યામંદિરના હાર્મીન પંડિતે ત્રીજો અને નાલંદા વિદ્યાલય- વિરપરની સિયા કાલાવડિયાએ ચોથો નંબર હાંસલ કર્યો છે.

- text

જ્યારે વય જુથ 19 થી 35 વર્ષની વિભાગ બની વકૃત્વ સ્પર્ધામાં મોરબીની પુજા ભેંસદડિયાએ પ્રથમ, સાર્થક વિદ્યામંદિરના રાહુલ ઝીંઝુવાડિયાએ બીજો, નાલંદા વિદ્યાલય-વિરપરના સંતોષબેન ઘોડાસરાએ ત્રીજો અને સાર્થક વિદ્યામંદિરના વિવેક શુક્લએ ચોથો નંબર મેળવ્યો છે. તો નિબંધ લેખન સ્પર્ધામાં જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની રિદ્ધિ જોષીએ પ્રથમ, નવયુગ શૈક્ષણિક સંકુલ- વિરપરની નિવૃતિ ફેફરે બીજો, નવયુગ શૈક્ષણિક સંકુલ- વિરપરની વૃશાલી કોટકે ત્રીજો અને મોરબીની દેવાંશી પરમારે ચોથો નંબર મેળવ્યો છે.

- text