ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલય ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી

- text


ટંકારા: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંર્તગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 14 જાન્યુઆરી ને ઉત્તરાયણના દિવસે ગુજરાતનાં 75 વિશેષ સ્થળો (પ્રવાસન, ઐતિહાસિક, શૈક્ષણિક) પર સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલય ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યોગી ભાઈ – બહેનો દ્વારા 51 સૂર્ય નમસ્કાર કરી ઉત્તરાયણના દિનની ઉગતા સૂર્યનું પૂજન કરીને ઉત્તરાયણની ઊજવણી કરવામાં આવી હતી.

GSYB team ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થય, સુખાકારી તેમજ યોગ પ્રત્યે જાગૃતિ તેમજ યોગનો પ્રચાર પ્રસાર અંગેનો છે. ટંકારામાં એમ. પી. દોશી વિદ્યાલયના ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આર્ય સમાજ મહાલયના આચાર્ય રામદેવજી તથા એમ.પી. દોશી સ્કૂલના આચાર્ય ડો. ખાંભલા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ પહેલા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક 100 કલાકની તાલીમ મેળવેલા યોગ ટ્રેનરને સર્ટિફિકેટનું વિતરણ તથા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે
ડો. ખાંભલાનું ખુબ મોટુ યોગદાન રહ્યું. જે બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોચ કંચનબેન તથા ડિમ્પલબેને ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text