ઉત્તરાયણની સાર્થક ઉજવણી: પોલીસના અને અનાથ આશ્રમના બાળકોએ સાથે મળી ઉજવ્યો પતંગોત્સવ

- text


મોરબી એ ડિવિઝન પોલીસે બાળકોને પતંગ અને ચીકીનું વિતરણ કરી ઉત્તરાયણની ઉજવણી કરી

મોરબી: મોરબી એ ડિવિ3ઝન પોલીસ સ્ટેશન અને પોલીસ પરિવાર દ્વારા આજરોજ સરકારી શાળાના બાળકો અને અનાથ આશ્રમના બાળકોને પતંગ અને ચીકીનું વિતરણ કરીને ઉતરાયણની અનોખી ઉજવણી કરી હતી.

આજરોજ ઉત્તરાયણનો પર્વ હોય મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કુમુદસિંહ જાડેજા અને પોલીસ પરિવાર દ્વારા પરસોતમ ચોકમાં આવેલી સરકારી શાળાના બાળકો, અનાથ આશ્રમના બાળકોને આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તમામ બાળકોને પતંગ-દોરા, મમરાના લાડુ અને ચીકી આપવામાં આવી હતી. અને પોલીસ પરિવારના બાળકો, શાળા અને અનાથાશ્રમના બાળકોએ સાથે મળીને પતંગ ઉડાવી હતી અને ડીજેના તાલે જુમ્યા હતા. આમ મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ઉત્તરાયણની સાર્થક ઉજવણી કરાઈ હતી.

- text

- text