મોરબીમાં યુવા દિવસે તાત્કાલિક રક્તની જરૂરિયાત પુર્ણ કરતું યુવા આર્મી ગ્રુપ

- text


મોરબી : યુવા આર્મી ગ્રુપ મોરબીમાં દરેક વિકટ સમયે અને દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે. ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડો. કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા બ્લડની શોર્ટેજ છે તેવું જણાવવામાં આવતા યુવા આર્મી ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 10થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ઉપરાંત યુવા આર્મી ગૃપને ડો. સંઘ્યાબેન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક મહિલાના પ્રસુતિ દરમ્યાન ‘બી નેગેટિવ’ બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઉભી થતા યુવા આર્મી ગ્રુપનો સંપર્ક સાધ્યો હતો. જેથી યુવા આર્મી ગ્રુપના સભ્યો દ્વારા ‘બી નેગેટિવ’ બ્લડની પણ‌ તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડીને યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસની‌ સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.

- text

યુવા આર્મી ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા આ અવિરત સેવાકાર્યમાં જોડાવવા માટે કે કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત સમયે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરી શકો છો.

- text