મુંબઈની સ્કૂલ બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી આપનાર શખ્સ મોરબીથી ઝડપાયો

- text


મુંબઈ પોલીસ મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાંથી ટેમ્પો ચાલકને ઉપાડી ગઈ

મોરબી : મુંબઈની જાણીતી સ્કૂલમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો ખોટો ફોન કરનાર શખ્શને ગતરાત્રીના મુંબઈ પોલીસે મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાંથી ઉપાડી લીધો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

- text

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મુંબઈની ધીરૂભાઇ અંબાણી સ્કૂલ સ્કૂલમાં બૉમ્બ મુકવામાં આવ્યો હોવાનો ફોન આવતા મુંબઈ પોલીસ ધંધે લાગી હતી, બાદમાં કોલ ડીટેઇલને આધારે મહારાષ્ટ્ર પોલીસે પગેરું દબાવતા આ ફોન કોલ કરનાર વ્યક્તિ મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતો વિક્રમસિંહ ઝાલા નામની વ્યક્તિ હોવાનું ખુલતા મુંબઈ પોલીસની ટીમ રાતો રાત મોરબી દોડી આવી હતી અને લોકેશનને આધારે સ્થાનિક પોલીસની મદદથી આ વ્યક્તિને ઉપાડી લીધો હોવાનું અને તપાસ માટે મુંબઈ લઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text