મોરબીમાં વ્યાજખોરો બાદ હવે તોડ બાજ ગેંગનો વારો : કાંતિલાલનો જબરો ઘટસ્ફોટ

- text


રેન્જ આઇજીની હાજરીમાં કાંતિલાલે મોરબીમાં હનીટ્રેપમાં બે,ત્રણ અને પાંચ-પાંચ કરોડ પડાવનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્ટેજ ઉપરથી જણાવી કુકરી ગાંડી કરી

મોરબી : મોરબી – માળીયા વિધાનસભા બેઠક ઉપરથી ઐતિહાસિક લીડથી વિજેતા બનેલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ પોતાની વિજયસભામાં વ્યાજખોરોને બહુ પૈસા આપ્યા હવે વ્યાજ કે મુદ્દલ ન દેતા…. હું બેઠો છું…. તેવું જાહેર કર્યાના ગણતરીના દિવસોમાં જ ગુજરાત સરકારે વ્યાજખોરો વિરુદ્ધ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે ત્યારે આજે મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધની જનસંપર્ક સભામાં ધારાસભ્ય કાંતિલાલે મંચ ઉપરથી મોરબીમાં સક્રિય બનેલ હનીટ્રેપ ગેંગનો હવે વારો હોવાનો રેન્જ આઇજીની હાજરીમાં ઘટસ્ફોટ કરતા સનસનાટી મચી ગઈ છે.

મોરબીમાં આજે વ્યાજખોરો વિરુદ્ધ રેન્જ આઇજી અશોક કુમાર યાદવની હાજરીમાં યોજાયેલ જન સંપર્ક સભાના અંતિમ ચરણમાં રેન્જ આઇજીની સ્પીચ પૂર્ણ થતા જ મોરબી – માળિયાના ધારાસભ્ય કાંતિલાલે પોલીસ અધિકારીઓનો આભાર માનતા કહ્યું હતું કે વ્યાજખોરોના પ્રોજેક્ટ બાદ હવે મોરબીમાં નવા એક બે પ્રોજેક્ટ કરવા જરૂરી હોવાની વાત કરતા કહ્યું હતું કે હમણાં એવું હાયલું છે કે, મોરબીમાં કેટલાય લોકોને એક ગેંગે છોકરીઓના ફોટા સાથે બ્લેક મેઈલ કરી બે.. ત્રણ પાંચ કરોડ પડાવ્યા છે… આવું અમને જાણવા મળ્યું છે જેથી મોરબીને ચોખ્ખું કરી આવા લોકો માટે પ્રોજેક્ટ કરવા છે.

વધુમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ કુકરી ગાંડી કરતા ઉમેર્યું હતું કે, મોરબીમાં આવું બોવ હાયલું છે ખોટા ફોટા મૂકી પૈસા પડાવનારને મુકવાના નથી મોરબીને સુધારવું છે, અમારા સગા હશે કે કોઈના પણ સગા હશે એને મુકવાના નથી એવું કહી મોરબીને સુધારવા પોલીસ સાથે મળી ઓપરેશન કરી કડક પગલાં ભરી આવા લોકોને ખુલ્લા પાડવામાં આવશે તેવું જણાવી મોરબીના કેટલાય તત્વો વિરુદ્ધ કોથરામાં પાનશેરી મારી હોવાના સંકેત મળી રહ્યા છે.

- text

- text