વ્યાજખોરી છોડો અથવા મોરબી છોડો : જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સાફ વાત

- text


વ્યાજખોરો વિરુદ્ધ આ મહાઅભિયાન છે, કોઈને પણ નહીં છોડવામાં આવે : રેન્જ આઇજી અશોકકુમાર યાદવ

ધારાસભ્ય અમૃતિયા, વરમોરા અને સોમાણીએ પણ વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશને વેગવંતી બનવવા પોલીસનું મોરલ વધાર્યું

મોરબી : રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે શરૂ કરાયેલી ઝુંબેશ અન્વયે આજે રેન્જ આઇજી અને ચૂંટાયેલા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સીટી એ ડિવિઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોરબીમાં જનસંપર્ક સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વ્યાજપીડિતો અને ગુન્હેગારોના સીતમનો ભોગ બનેલા લોકો હાજર રહ્યા હતા અને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી આ તકે મોરબી જિલ્લા પોલીસ વડાએ સાફ સાફ શબ્દોમાં વ્યાજખોરોને કા તો મોરબી છોડો અથવા તો વ્યાજખોરી છોડી દેવા સ્પષ્ટ ચેતવણી આપી હતી સાથે જ રેન્જ આઇજીએ વ્યાજખોરો વિરુદ્ધ આ મહાઅભિયાન છે, કોઈને પણ નહીં છોડવામાં આવે તેમ સ્પષ્ટ કર્યું હતું તો જનસંપર્ક સભામાં હાજર ધારાસભ્ય અમૃતિયા, વરમોરા અને સોમાણીએ પણ વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશને વેગવંતી બનવવા પોલીસનું મોરલ વધાર્યું હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે આયોજિત વ્યાજખોરો વિરુદ્ધ જનસંપર્ક સભામાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022માં મોરબી પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ 14 ફરિયાદો નોંધાઈ હતી અને 70 આરોપીઓ સકંજામાં લેવાયા હતા જયારે ચાલુ વર્ષમાં 5 ફરિયાદમાં તમામ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે હવે લોકો જાગૃત બની ગેરકાયદેસસર રીતે વ્યાજનો ધંધો કરતા લોકો વિરુદ્ધ માહિતી આપે તેવી અપીલ કરી મોરબીમાં વ્યાજખોરીનો ધંધો હવે નહીં ચાલે કા તો વ્યાજખોરો મોરબી છોડે અથવા વ્યાજખોરીનો ધંધો છોડે તેવું સ્પષ્ટ કર્યું હતું.

જનસંપર્ક સભામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું હતું કે વ્યાજખોરો પોલીસથી બીવા જ જોઈએ વધુમાં પોલીસ સારી કામગીરી કરતા હોય તેમાં રાજકીય દખલગીરી ન હોવી જોઈએ તેવું જણાવી ભાજપ કાર્યકરોને અનુરોધ કર્યો હતો કે વ્યાજનો ધંધો કરતા હોય તેનેં સારા ધંધામાં લઈ જવા જોઈએ સાથે જ પોલીસ તેમજ પોલીસ પરિવારજનોએ સુધરવા અંગે પણ માર્મિક ટકોર કરી કોઈ સાચા ધીરધાર કરતા હોય તેમને ન દંડવા પોલીસને અનુરોધ કર્યો હતો.

- text

આ તકે, ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ક્રાઇમ અને વિકાસ એક સાથે જોડાયેલ હોવાનું જણાવી કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી વિકસિત જિલ્લો મોરબી છે ત્યારે અહીં વ્યાજખોરોનું અસ્તિત્વ હોવા સ્વાભાવિક છે ત્યારે પોલીસે ફૂલ જેવા કોમળ રહેવાની સાથે વજ્ર્ જેવું કઠોર બનાવ અનુરોધ કર્યો હતો જયારે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ બેંકોના અધિકારીઓને પોઝિટિવ અભિગમ અપનાવી લોન પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા જણાવી લોકોને નાહકના ધક્કા ખવડાવવા બંધ કરવા જણાવી લોકોને બેંકેબલ સબસીડી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

- text